ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી.

 ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી.

આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), આરોગ્ય વિભાગના સુમિત્રાબેન પટેલ (આશા કાર્યકર), પોલીસ વિભાગના અમિતભાઈ પટેલ, મહેસુલ વિભાગના રિતેશભાઈ પટેલ તથા ICDS વિભાગના રેખાબેન તલાવિયા (મુખ્ય સેવિકા)નો સમાવેશ થાય છે. ઉપરાંત મામલતદાર કચેરીના ઓપરેટર રીતેશભાઈ પટેલને SIR કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.


આછવણી ગામના માજી સૈનિક શ્રી પ્રવીણભાઈ મનહરભાઈ પટેલને પ્રાંત અધિકારીશ્રી દ્વારા સાલ ઓઢાડી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. સાથે જ આછવણી ગામના વિકાસકાર્યો માટે સરકારશ્રી તરફથી રૂ. ૫ લાખનો ચેક સરપંચશ્રીને એનાયત કરવામાં આવ્યો હતો.

ગણતંત્ર દિવસના આ પાવન અવસરે પ્રાંત અધિકારીશ્રીએ બંધારણના મૂલ્યોનું સંરક્ષણ કરવા તેમજ દેશના સર્વાંગી વિકાસમાં સક્રિય ફાળો આપવા જાહેર જનતાને આહ્વાન કર્યું હતું.

#RepublicDay #77thRepublicDay #RepublicDayCelebration #KhergamTaluka #AchhavaniAshramshala #TirangaVandan #IndianConstitution #UnityInDiversity #NationFirst #ProudToBeIndian #CulturalProgram #GovernmentOfficials #PublicService #RuralDevelopment #ViksitBharat






















Comments

Popular posts from this blog

ખેરગામ બી.આર.સી. ભવનનું લોકાર્પણ અને શાળા પ્રવેશોત્સવ: નવસારી, ગુજરાત

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.